સુરત પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી
હજુ પણ અનેક વ્યાજખોરો બેફામ છે
ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર માથાભારે વ્યાજખોરને ઝડપ્યો
સુરત પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હોવા છતા હજુ પણ અનેક વ્યાજખોરો બેફામ છે ત્યારે સુરતની ઉધના પોલીસે વધુ વ્યાજ વસુલ કરી અપશબ્દો બોલી ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર માથાભારે વ્યાજખોરને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથસિંહ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડીવીઝન ચીરાગ પટેલનાઓ દ્વારા વ્યાજખોરો સામે કડક પગલા લેવા અપાયેલા આદેશને પગલે ઉધના પોલીસ મથકના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. વી.બી. ગોહિલ અને પી.એસ.આઈ. એમ.કે. શરાણીના સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિરણ કાનજીભાઈ અને ડાયાભાઈ અરજણભાઈનાઓએ ફરિયાદીને જરૂરિયાત પર વ્યાજે રૂપિયા આપનાર વ્યાજખોર દ્વારા વધુ વ્યાજ વસુલ કરવા સાથે અપશબ્દો બોલી ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબીરીથી રૂપિયા કઢાવી લેનાર વ્યાજખોર એવા મુળ મહારાષ્ટ્રના ધુલીયાનો અને હાલ ડિંડોલીમાં રહેતા રાહુલ સાહેબરાવ સાબલેને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.