સુરત ચોકબજાર પોલીસ મથકની હદમાં લગ્નની લાલચે કિશોરીનુ અપહરણ
અવાર નવાર દુષ્કર્મ આચરનાર નરાધમને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપ્યો
સગીરાને સુનીલ ભુરસિંગ ઉર્ફે ભદોરીયા રાવત ભગાડી ગયો હતો
સુરત ચોકબજાર પોલીસ મથકની હદમાં લગ્નની લાલચે કિશોરીનુ અપહરણ કરી તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરનાર નરાધમને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે ચોક બજાર પોલીસ મથકની હદમાં ભરીમાતા રોડ ફુલવાડી ખાતે આવેલ વોટરલીલી રેસીડેન્સીની બાજુમાં રહેતા પરિવારની 17 વર્ષ 7 મહિનાની દિકરીને ગત 23 જાન્યુઆરી 2025ના રોજ નરાધમ મુળ રાજસ્થાનનો અને હાલ સેલવાસ ખાતે રહેતો સુનીલ ભુરસિંગ ઉર્ફે ભદોરીયા રાવત ભગાડી ગયો હતો. અને લગ્નન કરવાના ઈરાદે અપહરણ કરી પોતાના વતનગામ રાજસ્થાન કુશલગઢ લઈ જઈ ત્યાંઅવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો તો ચોક બજાર પોલીસ રાજસ્થાન પહોંચતા જ નરાધમ કિશોરીને મુકી ભાગી છુટ્યો હતો જ્યાંથી કિશોરીને પોલીસ સુરત લઈ આવી હતી જો કે આરોપી સુનિલ ભુરસિંગઉર્ફે ભદોરીયા રાવત વોન્ટેડ હોય જેની વિરૂદ્ધ કોર્ટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા વર્ષ 2023ની કલમ 72 મુજબ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યુ હતું. જે હાલ સગરામપુરા વિસ્તારમાં આવનાર છે તેવી માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી સુનિલ ભુરસિંગ ભદોરીયા રાવતને ઝડપી પાડ્યો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.