સુરતમાં અસામાજિક તત્વો બેફામ
જુના ઝઘડાની અદાવતમાં લોકોના જીવ સાથે રમત
પિતા અને બે પુત્રો પર જુના ઝઘડાની અદાવતમાં હુમલો
સુરતમાં અસામાજિક તત્વો હવે જુના ઝઘડાની અદાવતમાં લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે પાંડેસરા બમરોલી ખાતે મહાદેવ નગરમાં પિતા અને બે પુત્રો પર જુના ઝઘડાની અદાવતમાં હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં હત્યા અને હત્યા પ્રયાસના ગુનાઓ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાત એમ છે કે પાંડેસરા વિસ્તારમાંઆવેલ બમરોલી ખાતે મહાદેવ નગરમાં પિતા અને બે પુત્રો પર જુના ઝઘડાની અદાવતમાં હુમલો કરાયો હતો. રાત્રીના સમયે પિતા પુત્રો પર કરાયેલા હુમલાને લઈ આખા વિસ્તારમાં ડર જોવા મળ્યો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. હાલ તો પાંડેસરા વિસ્તારમાં જાણે પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરતી જ ન હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે પોલીસની પેટ્રોલિંગ સામે લોકોએ સવાલો ઉભા કર્યા છે.