સુરત માંડવી તાલુકાનો લાખીડેમ વોર્નિંગ લેવલે, સાત ગામ એલર્ટ કરાયા.
કલમકૂવા, બડતલ, સરકુઈ, માકણઝર, રખસખડી અને લાખગામને સૂચના
માંડવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતો લાખીડેમ વોર્નિંગ લેવલે પહોંચતાં વહીવટી તંત્ર દ્વારા સાત ગામને એલર્ટ કરવા પરિપત્ર જાહેર કરાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતાં તળાવો, નદીઓ, ખાડીમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે માંડવી તાલુકામાં ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા આમલીડેમ, ઇસર ડેમ, લાખીડેમ અને ગોડધા ડેમ ભરાવાના આરે છે. લાખી ડેમ દરવાજા વગરનો હોવાથી પૂર્ણ સપાટી 74.10 મીટર છે. જે સપાટી સોમવારે 73 25 મીટર (240-32ફૂટ) પહોંચતાં કુલ પાણીનો જથ્થો 80% થતાં વોર્નિંગ લેવલ થતાં ઓવરફલો થવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સાત ગામો જેવાં કે કલમકૂવા, બડતલ, સરકુઈ, માકણઝર, રખસખડી અને લાખગામને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી…