માંડવી નગર નમ વાડી ખાતે વય વંદનાકાર્ડ કેમ્પનું આયોજન
ભારતીય જનતા પાર્ટી દ્વારા કેમ્પનું આયોજન કરાયુ.
માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનમ વાડી ખાતે વય વંદનાકાર્ડ માટેના કેમ્પનું આયોજન કરાયુ.
માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 4.7.2025 ના રોજ માંડવી પૂનમવાળી ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વયવંદના ના કાર્ડ નોંધણી કે નવા બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવી નગરના તમામ વોર્ડના 70 થી વધુ ઉંમરના વડીલો ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં માતા બહેનોએ લાભ લઈ પોતાના કાર્ડ બનાવ્યા હતા. આ કેમ્પ સવારે 10:30 થી 4. 00 કલાક સુધી રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં લાભ લેવા જણાવવામાં આવ્યું છે આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, પાલિકા પ્રમુખ નિમેષ શાહ ,મહામંત્રી શાલીન શાહ તથા સંગઠનના હોદ્દેદારો તથા કારોબારી અધ્યક્ષ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી કાર્ડ બનાવવામાં આવ્યા હતા.