તાપી સોનગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારંભ
તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલ સરપંચઓનું સન્માન
તાપી સોનગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા રંગઉપવન હોલ ખાતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલ સરપંચઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના હોલ ખાતે તાલુકા પંચાયતની થયેલ ચૂંટણીમાં વિજયતા થયેલા સરપંચોના સન્માન સમારોહ કરવામાં આવ્યું જ્યાં સમગ્ર તાપી જિલ્લાના આવેલ દરેક પંચાયતના ભારતીય જનતા પાર્ટીમાં થયેલ વિજેતા સરપંચો તથા તેમના સભ્યો હાજર રહ્યા હતા જેમાં વાલોડ વ્યારા સોનગઢના નિઝરના ઉચ્છલના તમામ પંચાયતોના પેટા ચૂંટણીના સરપંચોનું સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી વતી તમામ મંત્રી એમએલએ ધારાસભ્ય વતી ફૂલોથી અને ખેશ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ ઘણા અન્ય પાર્ટીઓના સભ્યને પોતાની પાર્ટીમાં આવા બદલ અભિનંદન પાઠવામા આવ્યા હતા, આસપાસના ઘણા સરપંચોની તકલીફ જોઈ સોનગઢ ટી.ડી.ઓની બદલી પણ ટૂંક સમયમાં થશે એવી માહિતી આપી હતી જ્યાં આ સાંભળી ઘણા બધા સરપંચો ધારાસભ્ય પણ ખુશ થયા હતા કે વિકાસ અધિકારીની બદલી માટે મંત્રીએ જાતે જાહેરાત કરી હતી જે બદલ તાળીઓથી એમને વધાર્યા હતા અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી સોનગઢ ખાતે આવેલ સોનગઢ નગરપાલિકાના રંગઉપન હોલ ખાતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચોનું સન્માન સમારંભ રાખવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા પ્રમુખ સુરજ વસાવા,ધારાસભ્ય જયરામ ગામીત, મંત્રી કુવરજી હળપતિ, સાંસદ પ્રભુ વસાવા તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા