સુરતના કતારગામમાં ટીપીને લઈને વિરોધનો વંટોળ
ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો
પાલિકાની ટીમને ખાલી હાથે પરત ફરવુ પડ્યુ
સુરતના કતારગામ ખાતે ટીપીમાં કબ્જો લેવા જતા સ્થાનિકોએ પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો હતો. રિઝર્વેશન પ્લોટનો કબ્જો લેવા ગયેલી પાલિકાની ટીમને ખાલી હાથે પરત ફરવુ પડ્યુ હતું.
સુરતના કતારગામની વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો કર્યો હતો જેને લઈ રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી હતી. રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની પાલિકાની કામગીરી જારી રહેશે. સાત રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો છે. ત્યારે કતારગામ ઝોનમાં ટીપી-49, 50 અને 51માં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે. જેથી નારાજ લોકોનું કહેવું હતું કે અગાઉ અહીં કોઇ રિઝર્વેશન નહોતું અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે. હજ્જારોની સંખ્યામાં લોકો મનપા કચેરી પહોંચ્યા હતાં. આશરે 60 હજારથી વધુ ઘરો બેકાર થાય તેવી નોબત હોય ન્યાય ની માંગ સાથે વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો. મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. અને હાથમાં વિવિધ પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદશન કર્યું હતું.