સુરતમાં પ્રિ યોગા ડેની ઉજવણી કરાઈ
ઉમરા કોમ્યુનીટી હોલ ખાતે પ્રી યોગા ડેનુ આયોજન કરાયુ
યોગ ગુરૂ ફાલ્ગુની ગોદીવાળા અને અન્ય મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
21મી જુન વિશ્વ યોગ દિવસ પહેલા સુરતના ઉમરા કોમ્યુનીટી હોલ ખાતે પ્રિ યોગા ડેની ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
21 જુન એટલે કે વિશ્વ યોગ દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ફ્લક પર યોગને પ્રાધાન્ય આપ્યુ ત્યારથી વિશ્વભરમાં 21 જુને યોગ દિવસની ઉજવણી કરાઈ છે. ત્યારે શનિવાર 21 જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી પહેલા શુક્રવારે પ્રી યોગા ડેની ઉજવણી કરાઈ હતી. સુરતના ઉમરા કોમ્યુનીટી હોલ ખાતે પ્રી યોગા ડેનુ આયોજન કરાયુ હતું. યોગ ગુરૂ ફાલ્ગુની ગોદીવાળાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને યોગના ફાયદા ગણાવ્યા હતાં. સાથે યોગ કરવાથી જીવનમાં શુ બદલાવ આવે છે તે અંગે પણ સમજ આપી હતી.