સુરતની એલસીબી શાખા ઝોન એકની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
માદક પદાર્થ ગાંજાના ગુનામાં નાસતા ફરતા આરોપી ઝડપાયો
શારદાપ્રસાદ રામાકાંત મિશ્રાની ધરપકડ
સારોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગાંજાના કેસમાં નાસતા ફરતા આરોપીને એલસીબી શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છો.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમારનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા ઝોન એકની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આનંદએ બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં માદક પદાર્થ ગાંજાના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ યુપીનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા શારદાપ્રસાદ રામાકાંત મિશ્રાને ઝડપી પાડી તેનો કબ્જો સારોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.