સુરત: પાર્કિંગમાં દાદાગીરી કરવી ભારે પડી
રેલ્વે પોલીસે પાર્કિંગના બન્ને કર્મચારીઓની ધરપકડ કરી
પરિક્ષા આપવા જતા વિદ્યાર્થી સુરત રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા જતા પાર્કિંગ કોન્ટ્રાક્ટરે કરેલા અસભ્ય વર્તનનો વિડીયો વાયરલ થયા બાદ રેલ્વે પોલીસે પાર્કિંગના બન્ને કર્મચારીઓની ધરપકડ કરી હતી.
સુરત રેલ્વે સ્ટેશનના પાર્કિંગ સ્ટેન્ડના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દેખાયુ હતુ કે વિદ્યાર્થી પરિક્ષા આપવા જતા પહેલા પાર્કિંગમાં ગાડી મુકવા ગયો હતો ત્યારે વિદ્યાર્થી સાથે પાર્કંગ કર્મચારીએ ઝઘડો કર્યો હતો અને ગેરવર્તુણ કરી હતી જે વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થયા બાદ તાત્કાલિક સુરત રેલ્વે પોલીસે આ મામલે તપાસ કરી પાર્કિંગ કોન્ટ્રાક્ટના બે કર્મચારી રોહિત રામખુશાલ મિશ્રા તથા રાજેશ રામસેવક કુશ્વાહાને ઝડપી પાડી તેઓએ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
