સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ મેદાને
શહેરમાં લૂંટ કેસમાં કેલીયા ગેંગના બે લોકો ઝડપાયા
ફરિયાદીને ચાકુ મારી 32 હજારથી વધુની લુંટ કરી હતી
સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની લિંબાયત પોલીસે યુવાનને આંતરી 32 હજાર થી વધુની લુંટ કરનાર બે માથાભારે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરતમાં વારંવાર લુંટ, હત્યા પ્રયાસ સહિતના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં અમોલ શિરસાટ નામના ઈસમને આંતરી માથાભારે કેલીયા અને સાગર ઘોડાએ ચપ્પુ બતાવી તેની પાસેથી 32 હજાર 500ની લુંટ ચલાવી ભાગી છુટ્યા હતાં. તો બનાવને લઈ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા જ લિંબાયત પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બન્ને ગુનેગારો કેલીયા અને સાગર ઘોડાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે. તો આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયા હોવાનુ પોલીસે જણાવ્યુ હતું.
