આણંદના વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના.

Featured Video Play Icon
Spread the love

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના.
એસપીયુના અંગ્રેજી વિભાગમાં HOD એ પ્રોફેસરને માર્યો લાફો.
રી-ટેસ્ટનાં પેપર બાબતે બોલાચાલી કરી અધ્યાપકને લાફો મારતા વિવાદ

આણંદ વલ્ભવિદ્યાનગરમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે, એસપીયુના અંગ્રેજી વિભાગમાં વિભાગીય વડા દ્વારા કલાસરૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે અધ્યાપક સાથે રી-ટેસ્ટનાં પેપર બાબતે બોલાચાલી કરી અધ્યાપકને લાફો મારી દેતા સમગ્ર વિવાદ સર્જાયો છે

આણંદનાં વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાં વિભાગીય વડા દ્વારા કલાસરૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે અધ્યાપક સાથે રી-ટેસ્ટનાં પેપર બાબતે બોલાચાલી કરી અધ્યાપકને લાફો મારી દેતા સમગ્ર વિવાદ ટોક ઓફ ધી ટાઉન બનતા યુનિવર્સીટી દ્વારા આ મુદ્દે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીને તપાસ સોંપવામાં આવી છે.આ ધટનાને લઈને યુનિવર્સીટી કેમ્પસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સરદાર પટેલ યુનિવર્સીટીમાં આ ચકચારી ઘટના ગત 18 માર્ચ 2026ના રોજ અંગ્રેજી વિભાગના વર્ગખંડમાં બની હતી.અધ્યાપક મનીષભાઈ જ્યારે MA ના વિદ્યાર્થીઓનો લેક્ચર લઈ રહ્યા હતા, ત્યારે વિભાગીય વડા ડૉ. પારુલ પોપટ પરવાનગી વગર ક્લાસમાં પ્રવેશ્યા હતા. તેમણે રી-ટેસ્ટના પેપર બાબતે મનીષભાઈ સાથે દલીલ કરી હતી, જોકે મનીષભાઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું કોઈ પેપર બાકી નથી. જેથી અંગ્રેજી વિભાગના વડા ડો. પારુલ પોપટ અને ડો. મનીષ સોલંકી વચ્ચે આ બાબતે દલીલો થઈ હતી

જો કે બંને વચ્ચે આ દલીલોએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એચઓડી ડો. પારુલ પોપટે મર્યાદા ઓળંગીને વિદ્યાર્થીઓની હાજરીમાં જ ડો. મનીષ સોલંકીને લાફો મારી દીધો હતો, અને ત્યારબાદ આ સમગ્ર ધટના અંગે મૃદુલા આર્ય નામની યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકતા આ ધટના બહાર આવતા યુનિવર્સીટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રજિસ્ટ્રારના જણાવ્યા અનુસાર, ડૉ.મનીષભાઈ તરફથી હજુ કોઈ લેખિત રજૂઆત આવી નથી અને મહિલા વિભાગીય વડા સામે છેલ્લા ચાર વર્ષમાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ કમિટી બંને પક્ષોને પૂરતો સમય આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ નિષ્પક્ષ તપાસ કરશે અને ભવિષ્યમાં આવી અનફોર્ચ્યુનેટ ઘટનાઓ નિવારવા યુનિવર્સિટી સંપૂર્ણ કટિબદ્ધ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *