ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુસીસી વિધેયક.

Featured Video Play Icon
Spread the love

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુસીસી વિધેયક.
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભામાં યુસીસી બિલ રજૂ
ગૃહમાં જયશ્રી રામના નારા લાગ્યા હતાં

ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે. આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિકોડ સિવિલ કોર્ડ બિલ રજૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, આજે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવીશ. સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે.

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભામાં UCC બિલ રજૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્યોએ ગૃહમાં પાટલી થપથપાવીને નારા લગાવ્યા હતાં. ગૃહમાં જયશ્રી રામના નારા લાગ્યા હતાં. હર્ષ સંઘવીએ ભારત માતાકી જયના નારા લગાવ્યા હતાં. ઉત્તરાખંડ બાદ વિધાનસભામાં આ બિલ પસાર કરનાર ગુજરાત બીજુ રાજ્ય છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતાં કહ્યું હતું કે, આજે ઐતિહાસિક ક્ષણ છે. સરદાર પટેલે રજવાડાઓનું વિલિનિકરણ કર્યુ. છતાં દેશમાં બે વિધાન બે નિશાન રહ્યાં હતા. નરેન્દ્ર મોદી PM બન્યા પછી 370ની કલમ હટાવી.એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના સાથે આગળ વધીએ. સમાનતાના અમૃત સમાન UCC આપવાનો નિર્ણય કરાયો છે. દેશમાં રામ મંદિર, ત્રિપલ તલાક જેવા સુધારા કરાયા છે.

ધર્મ અનેક હોય પણ ન્યાય એક હોવો જોઈએ. ગુજરાતના તમામ નાગરિકો માટે એક સમાન બીલ છે. જેમાં ભેદભાવને કોઈ અવકાશ નથી. મહિલાઓની એક સરખી ભાગીદારી નક્કી થશે. સામાજિક સમરસતા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. સરકાર મહિલાઓના હક અને અધિકારી માટે ચિંતિત છે. જાતિ ભેદના કારણે અન્યાય ના થવો જોઈએ. લગ્ન, છુટાછેડા અને વારસો માટે કાયદો ઘડવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. ચાર ભાગમાં આ બિલ તૈયાર કરાયું છે. ભાગ એક અને બેમાં કુલ સાત પ્રકરણ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *