ગુજરાતમાં પેટ્રોલ પંપ પર ભીડને લઈને વિપક્ષમાં રોષ
કોંગ્રેસના નેતાઓએ સરકાર પર કર્યા પ્રહાર
”સરકાર પાસે બફર સ્ટોક હોવા છતાં પ્રજા પરેશાન”
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની સપ્લાયને અસર પડી છે. જેના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પેટ્રોલ પંપ પર ભીડને લઈને વિપક્ષમાં રોષ જોવા મળ્યો
અમદાવાદ, વડોદરા, સુરત અને યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં અનેક પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ના બોર્ડ જોવા મળી રહ્યા છે. સપ્લાયમાં ઘટાડો અને રજાઓના કારણે પેમેન્ટમાં વિલંબ જેવા કારણોસર ઇંધણની અછત સર્જાતા જનતા મુશ્કેલીમાં મૂકાઈ છે. અમદાવાદમાં આફવાને લીધે કેટલાક પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી રહી છે. એક વાત એ પણ સામે આવી છે કે પેટ્રોલ પૂરતું છે પણ એની ડિલિવરી ટાઇમ ટુ ટાઇમ ન થવાને લીધે થોડીક મુશ્કેલી સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરની અંદર દસેક જેટલા પેટ્રોલ પંપ ઉપર ઇંધણનો જથ્થો ડિલીવર થયો નથી જેને લીધે ટેમ્પરરી ક્લોઝ રાખ્યા છે બંધ કરાયા નથી. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતને લીધે લોકો પેટ્રોલભરાવવા માટે અત્યારે અમુક પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી રહ્યા છે. વડોદરામાં પણ ખાનગી પંપો પર શોર્ટ સપ્લાય હોવાથી વાહનચાલકો સરકારી પંપો તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં ‘પેનિક બાઇંગ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પ્રહાર કર્યા છે તેમજ પેટ્રોલ પંપ પર ભીડને લઈને વિપક્ષમાં રોષ દેખાયો છે
સુરતમાં ઓઇલ કંપનીઓએ સપ્લાયમાં અચાનક ઘટાડો કર્યો છે. અગાઉ જ્યાં દિવસની 3 ગાડીઓ આવતી હતી ત્યાં હવે માત્ર એકથી ગોઢ ગાડી જ માલ મળે છે. ઇન્ડસ્ટ્રિયલ કન્ઝ્યુમર્સને ડાયરેક્ટ કંપની પાસેથી મળતા ઓઇલમાં 12 રૂપિયાનો વધારો થતા, તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી બલ્ક ખરીદી કરી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતાના સ્ટોક પર પડી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
