સુરતમાં લોન મેળો યોજાઈ
61 જેટલા લાભાર્થીઓને લોન અપાવાઈ
સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાંથી આમજનતાને બહાર લાવી પોલીસ તેઓને બેંકોમાંથી લોન અપાવી રહી છે ત્યારે ડીસીપી ઝોન વન દ્વારા પોતાના વિસ્તારના પોલીસ મથકોના નાગરિકો માટે લોન મેળો યોજી 61 જેટલા લાભાર્થીઓને લોન અપાવાઈ હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાંબાગ જામીર અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝન પી.કે. પટેલ તથા મદદનીશ પોલીસ કમિશન એ ડિવીઝન વી.એ. પટેલ દ્વારા નાગરીકો ઉંચા વ્યાજદરના ચક્કરમાં ફસાઈ નહી અને વ્યાજની આવતી ફરિયાદ કે અરજીઓમાં ત્વરિત કાર્યવાહી કરવા સાથે વ્યાજખોરો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી સખતમાં સખત કાર્યવાહી કરવા અપાયેલી સુચનાના આધારે ઝોન વનમાં આવતા વરાછા, કાપોદ્રા, સરથાણા, પુણા, સારોલી અને લસકાણા પોલીસ મથકના પી.આઈ. દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરી વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન ચલાવી લોોકમાં જાગૃત્તિ લાવી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની અધ્યક્ષતામાં વરાછા મીની બજાર સરદાર પટેલ સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનુ વાવાઝોડુ નાટક ચલાવીને વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃત્તિ લવાઈ હતી. જેમાં એક હજાર જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો. તો ત્યારબાદ 61 જેટલા લાભાર્થીઓેન ધ સુટેક્ષ કો ઓપરેટીવ બેંકમાંથી 52 લાખ 25 હજારની લોન અપાવી હતી.