માંડવીમાં બીજેપીના 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પ સભાનું આયોજન કરાયું
રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી .
સંકલ્પ સભામાં હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા
માંડવી નગર શિક્ષક ભવન ખાતે વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ અનુસંધાને વિકસિત ભારત સંકલ્પ સભા ગુજરાત રાજયકક્ષાના માન.મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાય.
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય નામી – અનામી નાગરિકોનું પ્લેન ક્રેશમાં અવસાન થયેલ છે. તેમની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ તેમજ પ્રદેશમાંથી મુખ્ય વક્તા તરીકે સુરત શહેર વોર્ડ નંબર 10 ના યુવા મોરચાના યસભાઈ ઓઝા તેમજ કાર્યક્રમના અધ્યક્ષ કુવરજીભાઈ હળપતિએ 11 વર્ષના સુશાસનની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી અને ઘણા સમયથી ચાલતી ફ્રી શિપ કાર્ડ યોજના કેટલાક કારણોસર બંધ કરેલ હતી. તે માટે મજબૂત નિર્ણય લઇ ફરી પાછી ફ્રી શિપ કાર્ડ યોજના ચાલુ કરેલ છે જેનાથી મારા આદિવાસી ભાઈઓને લાભો થશે જે બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માનું છું.
આ પ્રસંગે ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલ, સુરત જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક, માંડવી નગર પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તથા માંડવી તાલુકા પ્રમુખ અનિલભાઇ ચૌધરી નિમેષભાઈ શાહ,તેમજ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, મોરચાના હોદ્દેદારો, સંયોજક તથા ભાઈઓ – બહેનો અને યુવા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા ત્યાર બાદ કમલેશભાઈ પટેલે વિકસિત ભારત 2047 માટે સંકલ્પ લેવડાવ્યો…