સુરતમાં લગ્નની લાલચે બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ
ભેસ્તાન પોલીસે નરાધમને ઝારખંડના દેવધર ખાતેથી ઝડપી પાડ્યો
બાળ કિશોરી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચે બળાત્કાર ગુજરી ભાગી છુટેલા નરાધમને ઝારખંડના દેવધર ખાતેથી ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે.
ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાળ કિશોરી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી અશ્લીલ વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ કરી નાસી છુટેલા નરાધમને ઝડપી પાડવા ભેસ્તાન પી.આઈ. કે.પી. ગામેતા તથા સેકન્ડ પી.આઈ. જે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.બી. ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદિપસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહએ બાતમી અને હ્યુમન સોર્સીસની મદદથી ઝારખંડના દેવઘર ખાતેથી નરાધમ આરોપી મુળ બિહારનો છોટુકુમાર ઉર્ફે આર્યન મોહન કાપરીને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.