સુરતના ગોડાદરામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
પાન પાર્લર પર મયુર પાટીલની હત્યા થઇ હતી
બે સગીર સહીત 4 આરોપીની ધરપકડ
ગોડાદરા પોલીસ મથકની હદમાં ટી એન્ડ કોલ્ડ્રીક્સ નામના પાનના ગલ્લા પર યુવાન પર હુમલો કરી ચપ્પુ મારી હત્યા કરવા મામલે હુમલાખોરોમાંથી એકનું મોત નિપજ્યુ છે જ્યારે મુખ્ય સુત્રધાર અને ચાર કિશોર સહિત છને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યા છે.
ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વત ગામ જતા રોડ પર મહાકાલ ટી એન્ડ કોલ્ડ્રીક્સ નામના પાનના ગલ્લામાં એક યુવાન મયુર પાટીલ ઉભો હતો. મિત્રના ગલ્લા પર ઉભેલા મયુર પાટીલ નામના યુવાનની ગલ્લામાં ઘુસી માર મારી ચપ્પુ હુલાવી હત્યા કરાઈ હતી આ હત્યા પ્રકરણમાં હુમલાખોર એક આરોપી નિતેશ ચોટલી પણ ઘવાયો હોય તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું જ્યારે મુખ્ય આરોપી એવા આદિત્યસિંહ સંતોષસિંગ રાજપુત અને રાજારામ પ્રવેશ મહંતો તથા ચાર બાળ કિશોરને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા છ આરોપીઓમાંથી આદિત્યસિંહ સાથે મૃતક મયુરનો ગલ્લા બહાર ઉભા રહેવા ને લઈ થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. તો આ અંગે ડીસીપી એ વધુ માહિતી આપી હતી.