સુરતના મોટા વરાછાના મોલમાં ચેન્જિંગ રૂમમાં મહિલા ફસાઈ
ફાયર વિભાગ તાત્કાલિક સ્થળે પહોંચી
મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક મોલમાં ચેન્જિંગ રૂમમાં મહિલા ફસાઈ જવાની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક મોલમાં કપડાં ચેન્જ કરવા ગયેલી મહિલા અચાનક ચેન્જિંગ રૂમમાં ફસાઈ ગઈ હતી. દરવાજો લોક થઈ જતાં મહિલા બહાર નીકળી શકી નહોતી, જેના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ઘટનાની ગંભીરતા જોઈ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી સાધનોની મદદથી ચેન્જિંગ રૂમનો દરવાજો તોડી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. ઘટનાને લઈ મોલમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
