સુરતમાં વ્યાજખોરનો આતંક
ઉધના પોલીસે વ્યાજખોરને દબોચ્યો
પૈસા ચૂકવી દીધા બાદ પણ વ્યાજના રૂપિયાની માંગણી કરતો હતો
સુરતમાં વ્યાજખોરનો આતંક વારંવાર સામેઆવે છે ત્યારે ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસુલ કરી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર માથાભારે વ્યાજખોરને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતમાં અગાઉ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરાઈ હતી જો કે ફરી વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે સુરતના ઉધના પોલીસ મથકમાં વ્યાજકોર માથાભારે લક્ષ્મણ ઠાકુર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતો. તો સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહેલી ઉધના પોલીસના પી.આઈ. એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે.એસ. ગાંબરેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણીની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કિરણ અને ડાયાભાઈએ માથાભારે વ્યાજખોર ડિંડોલી ખાતે રહેતા લક્ષ્મણ મોતીલાલ ઠાકુરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
