સુરત ઉધનાના પટેલ નગરમાં હત્યાનો બનાવ
બનેવીએ ચપ્પુના ઘા ઝીંકી સાળા અને સાળીની હત્યા અને સાસુને ઇજા
હત્યા કરી ભાગી છુટેલા હત્યારા બેનવીને પોલીસે ઝડપી પાડ્યો
સુરતમાં હત્યાની વદી રહેલી ઘટનાઓ વચ્ચે યુપીથી માતા અને બહેન સાથે ખરીદી કરવા સુરત આવેલા યુવાન અને તેની બહેનની બનેવીએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો હત્યા કરી ભાગી છુટેલા હત્યારા બેનવીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ફરી ચકચારી હત્યાની ઘટના બની હતી. ઉધના પટેલ નગર ખાતે બનેવી દ્વારા સાળા અને સાળીની હત્યાં કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. યુપી ખાતે રહેતો નિશ્ચય અશોક કશ્યપ યુપીમાં રહેતો હતો અને તેના લગ્ન હોય માતા તથા બહેન મમતા સાથે ખરીદી કરવા સુરત આવ્યો હતો અને બનેવી સંદીપ ગોડના ઘરે રોકાયા હતા જો કે આરોપી સંદીપ ગોડને સાળી મમતા સાથે લગ્ન કરવા હોય જેને લઈ તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બનેવી સંદીપ ગોડએ સાળા નિશ્ચય અને સાળી મમતા પર ચપ્પુ વડે હુમલો કરી તેઓની હત્યા કરી નાંખી હતી જ્યારે સાસુને પણ ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાઈ હતી. બનાવને લઈ જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી હત્યા કરી ભાગી છુટેલા હત્યારા બનેવીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
