સુરત કમલમમાં ભાજપ ના બે કાર્યકરો વચ્ચે મારામારી.
ઘટનાને લઈ શહેર પ્રમુખે શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાને નોટિસ આપી
સુરતમાં શિસ્તબદ્ધ પર્ટી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી જેમાં ખજાનચી જરીવાલાએ મારે જ બધું જોવાનું છે, આંટાફેરા ના માર કહેતાં જ કાર્યકર દિનેશ સાવલિયાએ તમાચો ઝીંકી દીધો હતો. જે વીડીયો વાયરલ થયો છે.
સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા. અને ચા-નાસ્તાને લઈને તેમની પટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો. અને કહ્યુ હતુ કે મારે જ બધુ જોવાનુ છે, આંટા ફેરા ના માર તેમ કહેતા જ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. હાલ તો આ મામલે પ્રમુખ દ્વારા નોટીસ આપી ત્રણ દિવસમાં ખુલાસો મંગાયો છે.
