સુરતના સરથાણા અને કાપોદ્રામાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ
દર વખતે ચોમાસામાં પુરની સ્થિતિ સર્જાતા લોકોમાં આક્રોશ
વરાછાના ધારાસભ્યએ પુરગ્રસ્ત લોકોને મદદ કરી
સુરતમાં દર વખતે ચોમાસામાં ખાડી પુરની સ્થિતિ સર્જાતી હોય છે જેને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વરાછાના ધારાસભ્યએ પુરગ્રસ્ત લોકોને મદદ કરી હતી.
સુરતના સરથાણા અને કાપોદ્રા માં ખાડી પૂર ની સ્થિતિ સર્જાઈ છે. તો પુરગ્રસ્ત લોકોની મદદે ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા હતા અને તેઓએ પાલિકાની કામગીરી નિસ્ફળ હોવાનુ જણાવ્યુ હતું. પાલિકાની ઈમરજન્સી વ્યવસ્થતા ખાડે ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ધારાસભ્ય કાનાણીએ જણાવ્યુ હતું કે, બે દિવસથી પડી રહેલા વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો ધારાસભ્ય કુમારભાઈ કાનાણી કમર સુધીના પાણીમાં સ્થિતિનો તાગ મેળવા પહોંચ્યા હતા અને સાથે ધારાસભ્યએ પુરગ્રસ્ત લોકોને મદદ પણ કરી હતી. ધારાસભ્ય કાનાણી સીમાડા, સરથાણા બીઆરટીએસ રોડ પર પહોંચ્યા હતા અને ફાયર તથા પાલિકા અધિકારીઓને સૂચના આપી હતી. તો સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને રરસ્ક્યૂ કરવા અને જમવાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.