સુરતમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઝડપાયો
અવધ માર્કેટમાં છ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને આરાથી ઝડપી પાડ્યો
આરોપી માર્કેટની અલગ અલગ છ દુકાનોમાંથી રોકડની ચોરી કરી
બિહાર દલીપપુરથી ટ્રેનમાં સુરત આવી અવધ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં છ જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢાને તેના વતન બિહારના ભોજપુર આરાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરતમાં બની રહેલી ગુનાખોરીને અટકાવવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ચેઈન સ્નેચીંગ સ્કવોર્ડના પી.આઈ.ની ટીમે બાતમીના આધારે બિહારના ભોજપુર આરા ખાતેથી રીઢા ચોર બિટ્ટુકુમાર સતેન્દ્ર નારાયણ સિંહને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કતા આરોપીએ કબુલાત કરી હતી કે વર્ષ 2012માં સુરતમાં રોજગારી અર્થે આવતો જતો હહોય અને મોજશોખ કરવા વાપરવાના રૂપિયા ન હોવાથી શોર્ટકટમાં રૂપિયા મેળવવાના ઈરાદે વર્ષ 2021માં વરાછા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી 40 હજાર તથા વર્ષ 2023માં રિંગરોડ ખાતે આવેલ રાધાક્રિષ્ણ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આવેલી એક દુકાનમાંથી 36 લાખની ઘરફોડ ચોરી કરી હતી જે ગુનામાં પકડાઈ ગયા બાદ વર્ષ 2024માં બન્ને ગુનાઓમાં જામીન પર મુક્ત થયા બાદ વતન બિહારમાં રહેતો હતો અને બિહારના દલીપપુરથી ટ્રેનમાં સુરત આવી રાત્રીના સમયે પુણા વિસ્તારમાં આવેલ અવધ ટેક્ષ્ટાઈલ માર્કેટની અલગ અલગ છ દુકાનોમાંથી રોકડ રૂપિયાની ચોરી કરી વતન ભાગી ગયો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાને સુરત લાવી તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.