સુરત ક્રાઈમ બ્રાન્ચે સતપાલ ફૌજી ગેંગના સાગરીતને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે સતપાલ ફૌજી ગેંગના સાગરીતને ઝડપ્યો
100 થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપતી સતપાલ ફૌજી ગેંગ
દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી 29 ગુના ઉકેલી કાઢ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર દેશમાં 100 થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપતી સતપાલ ફૌજી ગેંગના સાગરીતને ઝડપી પાડી 29 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દિનએશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તે વર્ષ 2010માં અમદાવાદ ખાતે બાઈક ચોરીમાં પકડાયો હતો અને જેલમાં જતા ફુલસિંગ જાટ મારફતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલ સિંહ ચૌહાણ સાથે સંપર્કમાં આવતતા ભારતભરમાં 100થી વધુ ઘરફોડ ચોરી કરી હતી. હાલ તો દેશના અલગ અલગ રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર સતપાલ ફૌજી ગેંગના સાગરીત દિનેશ ઉર્ફે લાલજી વૃંદાવન શાહને ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચે 29 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *