સુરત : ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025’માં સુરત ત્રીજા ક્રમે
દેશના 300 શહેરોમાંથી ટોચના ત્રણ શહેરોમાં સ્થાન મેળવ્યું
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 દેશના 130 શહેરોમાં યોજાયો
સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. દેશના ટોપ થ્રી શહેરોમાં સુરત શહેરનો સમાવેશ કરાયો છે અને સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ થ્રી શહેરોમાં સ્થાન મળ્યું છે.
દિલ્હી ખાતે ઈન્દિરા પર્યાવરણ ભવનના ગંગા ઓડિટોરીયમ ખાતે મંગળવાર 9 સપ્ટેમ્બરના પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત શહેર માટે મેયર દક્ષેશ માવાણી તથા સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 દેશના 130 શહેરોમાં યોજાયો હતો, તેમાં સુરત શહેર ટોપ થ્રી શહેરોમાં સ્થાન પામ્યું છે. સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે, અને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં પણ સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ સીટી તરીકે સર્વાધિક માર્ક્સ પ્રાપ્ત થયા અને આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ સુરતને ભારતનું નંબર વન ક્લીનેસ્ટ સીટી જાહેર કરવામાં આવ્યું હતું અને એવોર્ડ રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યો હતો.
