સુરત – સચિન જીઆઇડીસી પોલીસે ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરી
મહિલાએ બાળકોને ખાડીમાં ફેંકી પોતે આપઘાત કર્યો હોવાની આશંકા
ગભેણી બ્રિજ ખાતે મહિલાએ ગત 23 ઓગસ્ટ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
30 ઓગસ્ટે મહિલા પલસાણાની હોવાની ઓળખ થઈ હતી
સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી ખાડી પરથી મહિલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળવાની ઘટનામાં મહિલાના બાળકોની હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
સુરતમાં ગભેણી બ્રિજ પરથી મહિલાનો ગત 23 ઓગસ્ટ ગળે ફાંસો ખાઇ આપઘાત કરેલો મૃતદેહ મળ્યો હતો. તો પોલીસ તપાસમાં 30 ઓગસ્ટે મહિલા પલસાણાની હોવાની ઓળખ થઈ હતી. જો કે મહિલા ઘરેથી નિકળી ત્યારે તેની સાથે તેના ત્રણ બાળકો પણ હતાં. જેથી મહિલાએ તેના બાળકોને ખાડીમાં ફેંકી પોતે આપઘાત કર્યો હોવાની આશંકા સાથે સચિન જીઆઇડીસી પોલીસે ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ડ્રોન તપાસ હાથ ધરી છે. તો બાળકો અને માતા રસ્તા પરથી જતા સીસીટીવીમાં કેદ થયા હતાં. માતા સાથે ત્રણ બાળકો દેખાયા હતાં. અને ત્રણ બાળકોને ફેંકી માતાએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે, પોલીસે ગભેણી ખાડી ખાતે શોધખોળ શરૂ કરી છે તો ત્રણ બાળકોમાં એક દોઢ માસનું બાળક, ત્રણ વર્ષની બાળકી અને પાંચ વર્ષના બાળક હોવાનુ સામે આવ્યુ છે.
