સચીન જીઆઈડીસીમાં પ્રમુખની વરણી વિવાદાસ્પદ બની
નિયમો વિના નિમણૂંક, રજિસ્ટ્રાર સુધી લેખિતમાં રજૂઆત
સુરતના સચીન જીઆઈડીસીમાં નવા પ્રમુખની વરણી નુ કામ લાવ્યા વિના જ નિમણૂંક કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. પુર્વ પ્રમુખે રાજીનામુ આપ્યાનુ કામ સુધ્ધા એજન્ડા પર લીધા વિના જ નવાની વરણી કરાઈ હોવાનુ સામે આવ્યુ છે.
સુરતના સચીન જીઆઈડીસી ખાતે વ્યવસ્થાપક કમિટિની પાંચ સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી કરાઈ હતી. તેમજ પુર્વ પ્રમુખે રાજીનામું આપ્યુ હતુ. જેમાં સભ્ય મહેન્દ્ર રામોલિયાએ વાંધો લઈ જણાવ્યુ હતું કે ગુજરાત સહકારી અધિનિયમ 1961ની કલમ તથા સોસાયટીના પેટા નિયમોનો ભંગ કરાયો છે. તે સહિતની બાબતોના વાંધા લેવાયા હતાં. તો લેખિતમાં રજુઆત જિલ્લા રજીસ્ટ્રાર અને રાજ્યના રજિસ્ટ્રારને પણ કરાઈ હતી. સાથે આગામી દિવસોમાં આ અંગે કોર્ટમાં જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ હતી. તો આ અંગે સચીન જીઆઈડીસીના સેક્રેટરી મયુર ગોળવાલાએ કહ્યુ હતુ કે વાંધો લેનારને જ સોસાયટીના નિયમોનુ જ્ઞાન નથી. કારણ કે મિટિંગ પાંચ સપ્ટેમ્બરે મળી હતી. જ્યારે લેવાયેલો વાંધો આવતી બેઠકમાં સામેલ કરાયો છે કે નહી તે જોવાનુ હોય જેથી તેમનો વાંધો નિયમ વિરૂદ્ધ અને ઉધ્યોગકારોમાં ગેરસમજ ઉભી કરવાનો છે.
