સુરતમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી
ગેરકાયદેસર બાંધકામ સુરત મનપા સાથે મળી તોડી પાડ્યું
સુરતની રાંદેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃતિ ધરાવતા અસામાજિક તત્વના ગેરકાયદેસરની બાંધકામ મિલકત સુરત મહાનગર પાલિકાના અધિકારી અને કર્મચારીઓને સાથે રાખી દુર કરાવ્યુ હતું.
સુરત પોલિસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેકટર ટુ કે.એન.ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ફાઈવ લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલિસ કમિશનર કે ડીવીઝન બી.એ.ચૌધરીની સુચના મુજબ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે.ગોસ્વામી નાઓના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાંદેર નુરે ઈલાહી ટેનામેન્ટમાં રહેતા ઈબ્રાહીમ રઉફ શેખ અવાર નવાર નશાકિય પદાર્થનું વેચાણ કરતા હોવાના ઈનપુટ મળતા તેને અવાર નવાર ચેક કરાયો હતો. પરંતુ આરોપી ખુબ જ સાતીર અને પોલીસ કાર્યવાહીથી જાણકાર હોય તેમજ એક જગ્યાએ સ્થિર રહેતો ન હોય સાથે તેના ઉપર એનડીપીએસના સફળ કેસો મળી આવ્યા ન હોય પરંતુ તે ચોરીના ગુનાઓમાં સંકળાયેલ હોય તેમજ તડિપાર પણ કરાયો હોય જેથી તપાસ દરમ્યાન રાંદેર વિસ્તારમાં આવેલ નુરે ઈલાહી ટેનામેન્ટના ગ્રાઉન્ડ ફલોર ઉપર ઘર હોય અને સાઈડમાં આવેલ એક રૂમ તથા સંડાસ બાથરૂમ તથા બકરીઓ રાખવાનો શેડ બનાવીને સરકારી કોમન જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હોય જે અંગે એસએમસીને જાણ કરી રીપોર્ટ કરતા પોલીસ અધિકારી અને કર્મચારી તથા સુરત મહાનગર પાલિકાના અધિકારી અને કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર બાંધકામ દુર કરાયો હતો.
