સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો પોલીસ સકંજામાં
પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યો
સુરત રેલ્વે પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન પરથી મુસાફરોના મોબાઈલ સહિતની મત્તાની ચોરીઓ થતી હોય છે ત્યારે સુરત રેલ્વે પોલીસ મથકની હદમાંથી ચોરાયેલો મોબાઈલ સીઈઆઈઆર પોર્ટલ પર એક્ટીવ થતા તેના આધારે રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી રૂસ્તમપુરા ખાતે આવેલ અકબર સહિદના ટેકરા ખાતે જઈ ત્યાંથી આરોપી ખલીલ ઈબ્રાહીમ શેખને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
