સુરત : ચાર મોબાઈલ ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે અર્જુન સંતોષ દીવરેની ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયેલા ચાર મોબાઈલ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં બનેલ મોબાઈલ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે ડિંડોલી શિવાજી નગર પાસે આવેલ કચરા પ્લાન્ટ રોડ પરથી રીઢા ચોર એવા મુળ મહારાષ્ટ્રનો અને હાલ નવાગામ ડિંડોલી ખાતે રહેતા અર્જુન સંતોષ દીવરેને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડતી લેતા તેની પાસેથી ચાર મોંઘાદાટ મોબાઈલ મળી આવ્યા હતા જે અંગે પોલીસે પુછપરછ કરતા આરોપીએ ડિંડોલી પોલીસ મથકની હદમાંથી મોબાઈલ ચોર્યા હોવાની કબુલાત કરી હતી જેથી ક્રાઈમ બ્રાન્ચે તેનો કબ્જો ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
