સુરત ડુમસ દરિયા કિનારેની સુનામીની અફવા
એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીનાની પ્રેસ કોન્ફરન્સ
દરિયામાં “લો ટાઇડ” અને “હાઈ ટાઇડ” જેવી સ્થિતિ સામાન્ય
સુરત પોલીસના એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીનાએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે સત્તાવાર નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું કે ડુમસ દરિયા કિનારે કોઈપણ પ્રકારની સુનામી કે કુદરતી આફતનો ખતરો નથી.
શહેરમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોને કારણે ડુમસ દરિયા કિનારે સુનામી આવવાની અફવાઓએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. ‘દરિયો પાછળ જતો રહ્યો છે અને મોટી કુદરતી આફત આવશે’ જેવા દાવા કરતી અનેક રીલ અને પોસ્ટ વાયરલ થતાં આખરે સુરત પોલીસને સ્પષ્ટતા માટે આગળ આવવું પડ્યું છે. સુરત પોલીસના એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીનાએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે સત્તાવાર નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું કે ડુમસ દરિયા કિનારે કોઈપણ પ્રકારની સુનામી કે કુદરતી આફતનો ખતરો નથી અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો સંપૂર્ણપણે ભ્રામક અને બોગસ છે. એડિશનલ સીપી બલરામ મીનાએ જણાવ્યું હતું કે, ડુમસ દરિયા કિનારે દેખાતી આ ઘટના સંપૂર્ણપણે કુદરતી છે. દરિયામાં “લો ટાઇડ” અને “હાઈ ટાઇડ” જેવી સ્થિતિ સામાન્ય રીતે બનતી હોય છે. લો ટાઇડ દરમિયાન દરિયાનું પાણી પાછળ ચાલ્યું જાય છે જ્યારે હાઈ ટાઇડ સમયે પાણી ફરી આગળ આવી જાય છે. વાયરલ વીડિયોમાં લો ટાઇડ દરમિયાનનું દૃશ્ય બતાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ડુમસ સી-ફેસ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોને કોઈ પણ પ્રકારની ગભરાટ રાખવાની જરૂર નથી.
સુરત પોલીસના જણાવ્યા મુજબ 7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક રીલ વાયરલ થઈ હતીય, જેમાં ડુમસ દરિયા કિનારે પાણી અસામાન્ય રીતે પાછળ જતું દેખાડીને તેને સુનામીના સંકેતો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈ અનેક લોકોમાં ભય ફેલાયો હતો અને શહેરભરમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
