સુરતમાં દારૂના જથ્થા સાથે બે પકડાયા
કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો
પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો દારૂનો વેપલો કરે છે ત્યારે ઉત્રાણ પોલીસે કઠોર ગામથી ઘલુડી જતા રોડ પરથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં તહેવારો સમયે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધુ છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે કઠોર ગામથી ઘલુડી તરફ બુટલેગરો જતા રોડ પરથી પસાર થતી કારને આંતરી હતી. કારની પોલીસે ઝડતી લેતા કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 4 લાખ 89 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કારમાં સવાર બુટલેગરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
