ભાવનગરમાં આરટીઓ કચેરીમાં છેલ્લા દોઢ માસથી કામગીરી ઠપ્પ
એજન્ટો, અરજદારો હેરાન પરેશાન
આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ભાવનગર શહેરમાં આવેલ આરટીઓ કચેરીમાં છેલ્લા દોઢ માસ કરતા વધુ સમયથી કામગીરી અટકી જવા પામતા અરજદારો અને વાહનો લે- વેચ સાથે સંકળાયેલા એજન્ટોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કામગીરી તત્કાલ શરૂ કરવાની માંગ સાથે એજન્ટોએ મોટી સંખ્યામાં એકઠા થઈને આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
શહેરમાં આવેલી આરટીઓ કચેરીમાં છેલ્લા દોઢ માસ કરતા વધુ સમયથી વાહનોના નામ ટ્રાન્સફર સહિતની કામગીરીઓ અટકી જવા પામી છે કોઈ નવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાના હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે કામગીરી હાલમાં અટકાવી દેવામાં આવી છે આ તકલીફ ના કારણે દૂર દૂરથી વાહનોના કામકાજ માટે આવતા અરજદારો ને ધર્મ ધક્કા થઈ રહ્યા છે કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ સાથે આજરોજ ભાવનગર શહેરમાં વાહન લે વેચ કામગીરી વ્યવસાય ધરાવતા એજન્ટો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવી તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ કરી હતી આ અંગે અધિકારીઓ પણ હકારાત્મક અભિગમ સાથે અરજદારોને સાંભળ્યા હતા અને શક્ય તેટલી વહેલી તકે કામગીરી શરૂ કરવાની હૈયા ધારણા આપી હતી.
