સુરતના ભેસ્તાન ખાતે દારૂની મહેફિલનો વિડીયો વાયરલ

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન ખાતે દારૂની મહેફિલનો વિડીયો વાયરલ
શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આ મામલે તપાસના આદેશ
વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી

સુરતના ભેસ્તાન ખાતે આવેલી સમિતિની શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આ મામલે તપાસના આદેશ અપાયા છે.

સુરતના ભેસ્તાનમાં સરસ્વતીના ધામ સમાન સમિતિની શાળામાં જ દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. રવિવારે રજાના દિવસે શાળા નંબર 77 અને 248ના પરિસરમાં સુરક્ષા કર્મચારી દ્વારા મિત્રો સાથે દારૂ પાર્ટી યોજાઈ હોવાનો આક્ષેપ છે. વાયરલ વીડિયોમાં પાંચથી છ ઈસમો દારૂ પીતા નજરે પડતા સમગ્ર ઘટનાને લઈને સવાલો ઉઠ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી છે, જ્યારે ઘટનાની તપાસ માટે આચાર્યને આદેશ આપવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઘટનાને શરમજનક અને દુઃખદ ગણાવી તાકીદે પગલાં લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *