સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલ

Featured Video Play Icon
Spread the love

સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલ
ભેસ્તાનના સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં મહેફિલ
વીડિયો વાયરલ થતાં ભેસ્તાન પોલીસ હરકતમાં આવી

સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. ભેસ્તાનના સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં કેટલાક લોકો દારૂ પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતમાં ફરી દારૂ પાર્ટી અને તે પણ સરકારી શાળામાં. વાયરલ વિડીયો થતા ચકચાર મચી ગઈ છે. વાત છે ભેસ્તાન વિસ્તારની. ભેસ્તાનના સિદ્ધાર્થ નગરની સરકારી શાળામાં 5 થી 6 લોકો શાળાની અંદર બેસીને દારૂ પીતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે જે બેન્ચ પર નાના બાળકો બેસીને અભ્યાસ કરે છે, ત્યાં જ દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરીને લોકો મહેફિલ માણતા હોવાના દૃશ્યો વીડિયોમાં કેદ થયા છે. વીડિયો વાયરલ થતાં ભેસ્તાન પોલીસ હરકતમાં આવી છે. હાલ વીડિયો જૂનો છે કે હાલનો, તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *