સુરત અડાજણ પોલીસે ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત અડાજણ પોલીસે ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
ઈમરાન અંસારી અને જામીરઉલ્લા અંસારીને ઝડપી પાડ્યા

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની અડાજણ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અડાજણ પોલીસને બાતમી મળી હતી કે ભુલાભાઈ પાર્ક સોસાયટી પાસે રિક્ષા ચાલક અને તેનો સાથી ડ્રગ્સના વેચાણ માટે આવવાના છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી રિક્ષા ચાલક સહિત ઈમરાન અંસારી અને જામીરઉલ્લા અંસારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી વેચાણ માટે લાવવામાં આવેલ 5.800 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઇલ ફોન અને એક રિક્ષા મળી કુલ 1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ કેસમાં અંજુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *