સુરતની કાપોદ્રા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
ચંદનકુમાર શ્રીભોલાશંકર ચૌધરીને ઝડપી પાડ્યો
ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે
સુરતની કાપોદ્રા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળ બનાવ્યુ હોય તેમ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે મુળ બિહારનો અને હાલ કાપોદ્રા ચાર રસ્તા પાસે રહેતા ચંદનકુમાર શ્રીભોલાશંકર ચૌધરીને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
