માંગરોળના શેઠી થી તડકેશ્વર થઈ માંડવી ને જોડતો બ્રિજ ડૂબ્યો
પુલનું ઊંચાઈ વધારવા માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં
વર્ષો અગાઉ આ ડૂબાવ પુલમાં ચાર વિદ્યાર્થીઓ પણ ડૂબી ગયા હતા
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં શેઠી ગામ કિમ નદી ના કિનારે વસેલું છે. જેમાં શેઠી ગામમાં ડૂબાવ પુલ આવેલ છે.જે પૂલ ઉપરવાસ માં વરસાદ પડે એટલે પુલ પર પાણી ભરાઇ જતાં હોય છે.
જેના કારણે શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ તથા નોકરી ધંધા અર્થે જતા કામદારો તથા દુધ ભરવા જતા પશુપાલકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે નેશનલ હાઈવે. ૪૮.કોસંબા થી શેઠી થી તડકેશ્વર થઈ માંડવી ને જોડતો રોડ હોય આ પુલ ઊંચાઈ વધારવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. વર્ષો અગાઉ આ ડૂબાવ પુલમાં ચાર વિદ્યાર્થીઓ પણ ડૂબી ગયા હતા. છતાં પણ વહીવટી તંત્ર નું પેટનું પાણી પણ હાલતું નથી અને આ ડૂબાવ પુલ ઊંચો કરવાનુ નામ જ લેતું નથી. જેથી આ ડૂબાવ પુલ ઉંચો કરવા માટે લોક માંગ પ્રવૃતિ રહી છે
