સુરતના પુણામાં ફરી આગની ઘટના બની

Featured Video Play Icon
Spread the love

સુરતના પુણામાં ફરી આગની ઘટના બની
હોટ ફિક્સ વેસ્ટના કચરામાં ભીષણ આગ
સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો

સુરતના પુણામાં ફરી આગની ઘટના બની હતી. પુણામાં હોટ ફિક્સ વેસ્ટના કચરામાં ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

સુરતના પુણા વિસ્તારમાં હોટ ફિક્સ વેસ્ટના કચરામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાહેરમાં ફેંકાયેલા કચરામાં આગ લાગવાની ઘટનાને પગલે SMCની સફાઈ અને કચરા નિકાલ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે આગની ઘટનાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *