ગુજરાત એસટી કાફલામાં 101 નવી બસો ઉમેરાઈ
રક્ષાબંધન પર બહેનોને મળી નવી બસોની ભેટ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બતાવી લીલીઝંડી
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કાફલામાં આવતીકાલે 101 નવી બસોનો ઉમેરો થશે. રાજ્ય સરકાર દ્વારા બહેનો, દીકરીઓ અને માતાઓને રક્ષાબંધન નિમિત્તે વધુ સુવિધાજનક અને સલામત પરિવહન સેવા મળી રહે તે માટે આ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવશે.
રક્ષાબંધનના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા માટે મુસાફરી કરતી હોય છે. ત્યારે આ વર્ષે અનેક બહેનોને નવી બસોમાં સફર કરવાની સુવિધા મળશે. નવી બસોના ઉમેરાથી STના કાફલાની પરિવહન ક્ષમતા વધશે અને મુસાફરોને વધુ સારી સેવા મળી શકશે. નવી 101 બસોના લોકાર્પણ સાથે રક્ષાબંધનના તહેવાર દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા ST તંત્રને પણ વધુ મજબૂતી મળશે. ખાસ કરીને મહિલાઓ માટે સલામત અને સુવિધાજનક મુસાફરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
રક્ષાબંધનના દિવસે બહેનો માટે બસ સેવા મહત્વની બની રહે છે. ગામડાથી શહેર અને એક શહેરથી બીજા શહેર સુધી મુસાફરી કરતા મુસાફરોને નવી બસોનો સીધો લાભ મળશે. એટલે આ રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પર્વ નહીં, પરંતુ અનેક બહેનો માટે નવી બસની સફરનું પણ પર્વ બનશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
