દિલ્હીમાં કાર બ્લાસ્ટ મુદ્દે ભૂટાનથી PM મોદીનો આતંકીઓને સ્પષ્ટ સંદેશ

Featured Video Play Icon
Spread the love

દિલ્હીમાં કાર બ્લાસ્ટ મુદ્દે ભૂટાનથી PM મોદીનો આતંકીઓને સ્પષ્ટ સંદેશ
ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે
એજન્સીઓના સતત સંપર્કમાં છે

રાજધાની દિલ્હીના લાલ કિલ્લાની બરાબર સામે થયેલા એક કાર બ્લાસ્ટની સુરક્ષા એજન્સીઓ ટેરર એન્ગલથી તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે આ મામલે UAPA હેઠળ કેસ દાખલ કર્યો છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે બ્લાસ્ટ એક હ્યુન્ડાઇ i20 કારમાં થયો હતો. આ કારમાં ઉમર નામનો એક શખ્સ હાજર હોવાની સંભાવનાઓ છે, જેની પુષ્ટિ DNA ટેસ્ટિંગ બાદ થઈ શકશે.

રાજધાની દિલ્હીના લાલ કિલ્લાની બહાર કાર બ્લાસ્ટ થયો છે જેમાં 10 ના મૌત અને 30 થી વધુ ઘાયલ થયા છે. જ્યારે કારના નંબર પરથી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે સૌથી પહેલાં સલમાન નામની એક વ્યક્તિએ કાર ખરીદી હતી. ત્યારબાદ તેણે દેવેન્દ્ર નામના એક શખ્સને વેચી હતી. તેણે પછીથી તારિકને વેચી હતી. તારિકે પછીથી ઉમરને આપી હતી. બ્લાસ્ટ થયો તે સમયે કાર ઉમર પાસે હતી એ સામે આવ્યું, ઉમર જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે. ડૉક્ટર છે. પોલીસે તેના ભાઈ અને માતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનોનાં DNA સેમ્પલ પણ મેળવવામાં આવ્યાં છે, જેને બ્લાસ્ટ થયેલી કારમાંથી મળી આવેલા મૃતદેહ સાથે મેચ કરવામાં આવશે. જેથી જાણી શકાશે કે કારમાં ખરેખર ઉમર હતો કે કેમ તેની તપાસ ચાલી રહી છે ઘટનાના પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે ત્યારે ભૂટાનથી PM મોદીએ આતંકીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને કહ્યું છે કે ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે સંદિગ્ધ સ્યુસાઇડ બૉમ્બર ઉમરનું એક કનેક્શન તાજેતરમાં હરિયાણાના ફરીદાબાદથી પકડાયેલા ટેરર મોડ્યુલ સાથે પણ નીકળી આવ્યું છે. જોકે હજુ સુધી દિલ્હી પોલીસે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી, પણ અનેક અહેવાલોમાં પોલીસનાં જ સ્પેશિયલ સેલનાં સૂત્રોને ટાંકીને આ જાણકારીઓ સાર્વજનિક કરવામાં આવી રહી છે. ફરીદાબાદથી તાજેતરમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીર પોલીસે મળીને એક ટેરર મોડ્યુલ પકડી પાડીને અમુક મુસ્લિમ ડૉક્ટરોની ધરપકડ કરી લીધી હતી. સાથે લગભગ 2900 કિલો વિસ્ફોટક પદાર્થો (જે એમોનિયમ નાઈટ્રેટ હોવાનું કહેવાય છે), હથિયારો, કેમિકલ વગેરે પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલને શોધવાનું કામ ઑક્ટોબરના મધ્યમાં કાશ્મીરથી એક લીડ મળ્યા બાદ શરૂ થયું હતું. કાશ્મીરના શ્રીનગરના અમુક વિસ્તારોમાં જૈશ-એ-મોહમ્મદનાં અમુક પોસ્ટરો જોવા મળ્યાં હતાં. 2019 પહેલાં આવાં સુરક્ષાબળો પર હુમલાની ઉશ્કેરણી કરતાં પોસ્ટરો સામાન્ય હતાં, પરંતુ હમણાં ફરીથી દેખાવા માંડતાં પોલીસે સ્થાનિક પોલીસ મથકે એક FIR દાખલ કરીને તપાસ શરૂ કરી……

તપાસ દરમિયાન પોલીસે CCTV ફૂટેજના આધારે ઓવરગ્રાઉન્ડ વર્કરોને પકડ્યા તો તેમની પાસેથી મળેલી જાણકારીના આધારે પોલીસ એક મૌલવી ઈરફાન અહેમદ પાસે પહોંચી, જે શોપિયાંનો છે. તેની જ્યારે ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી તો હરિયાણા, કાશ્મીર, યુપી સુધી તાર જોડાયેલા મળ્યા અને એક વ્હાઇટ કૉલર ટેરેરિઝમનું આખું નેટવર્ક પકડાયું.પોલીસે સૌથી પહેલાં કાશ્મીરના પુલવામાના એક મુઝમ્મિલ શકીલ નામના 35 વર્ષીય ડૉક્ટરની ધરપકડ કરી, જે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં નોકરી કરે છે. 30 ઑક્ટોબરના રોજ કાશ્મીર પોલીસે પોસ્ટર્સ મામલે તેને ઉઠાવ્યો હતો. તે પહેલાં પોલીસ પુલવામાના જ એક ડૉક્ટર આદિલ મજીદ રાથરની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં કાશ્મીર પોલીસને ફરીદાબાદના એક ધૌજ ગામમાં બે ઠેકાણાં વિશે જાણકારી મળી, જે મુઝમ્મિલે ભાડે રાખ્યાં હતાં……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *