સુરતમાં કૌશલ વિદ્યાભવન નું પરિણામ 100% આવ્યું
સુરત જિલ્લાનું ધો.10 માં 86.4% પરિણામ
A1 માં 111 વિદ્યાર્થીઓ અને A2 માં 84 વિદ્યાર્થીઓ
સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. આજે પરિણામ જાહેર થતા જ અનેક પરિવારો સંતાનોની સિદ્ધિ જોઈને હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. ત્યારે આજે સુરતમાં કૌશલ વિદ્યાભવન નું પરિણામ 100% આવ્યું છે
સુરતમાં ધોરણ-10 નું પરિણામ જાહેર થતાની સાથે જ શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા, આજે સુરતમાં કૌશલ વિદ્યાભવન નું પરિણામ 100% આવ્યું છે જેમાં A1 માં 111 વિદ્યાર્થીઓ અને A2 માં 84 વિદ્યાર્થીઓ સફળ રહ્યાં છે
વિધ્યાર્થીઓએ આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ મળતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા જ તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, જે તેમના વર્ષભરના પરિશ્રમ અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે તો પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા-પિતાના સપના અને શિક્ષકોની મહેનતને ગણાવ્યા છે
