સુરતમાં મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શ
આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
ખાંડના વધતા ભાવ અને ઈથેનોલ પોલિસીને લઈ વિરોધ
સુરતમાં મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના વધતા ભાવ અને ઈથેનોલ પોલિસીને લઈને આપના કાર્યકરોએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.
સુરત શહેરમાં મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આપ દ્વારા આક્ષેપ કરાયો હતો કે અગાઉ 50 રૂપિયાની આસપાસ મળતી ખાંડ હવે 100 રૂપિયા સુધી પહોંચ્યો છે. ઈથેનોલ માટે શેરડીના ઉપયોગને લઈને પણ સરકારને સવાલ કરવામાં આવ્યો છે. જો ખાંડના ભાવ ડબલ થઈ રહ્યા છે, તો સામાન્ય નાગરિકો અને શ્રમિકોના પગાર ડબલ કેમ નથી થતા ?
આપના કાર્યકરોનું કહેવું છે કે મોંઘવારીનો સૌથી વધુ માર રોજિંદી કમાણી પર નિર્ભર લોકો પર પડી રહ્યો છે. સાથે જ પ્રદર્શનકારીઓએ સરકાર પર મૂળભૂત આર્થિક પ્રશ્નોથી લોકોનું ધ્યાન હટાવવા માટે જ્ઞાતિ અને ધર્મ જેવા મુદ્દાઓને આગળ ધપાવવાનો આક્ષેપ પણ કર્યો. આપની માંગ છે કે સરકાર મોંઘવારી પર કાબૂ મેળવે અને સામાન્ય જનતાને રાહત આપે.
