અમરોલી પોલીસે વોન્ટેડ ઠગને પકડી પાડ્યો
કાર ભાડે લઈ ગીરવે મુકી કાર માલિકો સાથે ઠગાઈ આચરનાર આરોપી
પોલીસે આરોપી વૈભવ અજીતકુમાર દેસાઈની ધરપકડ કરી
કાર ભાડે લઈ તેને ગીરવે મુકી કાર માલિકો સાથે ઠગાઈ આચરવાના ગુનામાં સુરત શહેર અને ગ્રામ્યમાં વોન્ટેડ ઠગને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન ફાઈવ લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝન ડી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ મથકના પી.આઈ. જે.બી. વનાર તથા સેકન્ડ પી.આઈ. ડી.કે. પટેલ અને પી.એસ.આઈ. એ.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠલ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરત શહેર તથા જિલ્લામાંથી ફોર વ્હીલ કાર ભાડા પેટે લઈ તેને બારોબાર ગીરવે મુકી કાર માલિકો સાથે છેતરપિંડી કરનાર આરોપી એવા મુળ ઓલપાડના વરીયાવનો અને હાલ પાલ ગૌરવપથ રોડ પર રહેતા વૈભવ અજીતકુમાર દેસાઈને ઝડપી પાડ્યો છે. તો આરોપી વિરૂદ્ધ અમરોલી, કામરેજ, કોસંબા અને બારડોલીમાં ગુનાઓ નોંધાયા હોવાની કબુલાત કરી હતી.
