સુરતમાં ફરી કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા
કોંગી અગ્રણીઓએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપો કર્યા
સુરત શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગી અગ્રણીઓએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપો કર્યા હતાં.
સુરતમાં ફરી કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. ગુજરાતની વર્તમાન ભાજપા સરકારે શિક્ષણના ક્ષેત્રનું વ્યાપારીકરણ કર્યું છે અને જેના કારણે ગુજરાત સમગ્ર દેશમાં શિક્ષણના ક્ષેત્રે છેક 18માં ધકેલાયું છે. શિક્ષણનું ખાનગીકરણ કરીને સરકારે આમ જનતાને ત્રાહિમામ પોકારવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શિક્ષણ બચાવો અભિયાન સાથે કોંગ્રેસ આંદોલન છેડશે. તેવો હુંકાર કોંગી અગ્રણીઓએ આ પત્રકાર પરિષદમાં કર્યો હતો.
