સુરતના ગોડાદરા વિસ્તારમાં હત્યાનો બનાવ,
માતા સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવકનને પુત્રએ પતાવી દીધો
ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી નાખી
પોલીસની કડક પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી ,
સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માતાના પ્રેમી પર પુત્રએ ચપ્પુ વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને ઝડપીને હત્યાનો ગુનો નોંધ્યો છે.
ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર બંડુ ધરમનુ ગોડાદરામાં જ રહેતા હત્યારા વિશાલ ભણદેની માતા શકુંતલા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. યુવકના પિતાનું અવસાન થતાં રાજેન્દ્ર તેમના ઘરના અવારનવાર જતો હતો. આ વાત સંતાન માટે અસહ્ય બની હતી. ત્યારે બુધવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં, રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કીધું કે મારો મોબાઇલ કોણે લીધો?, જેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ઝઘડો વધી ગયો અને વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવા કહી દીધુ હતુ. રાજેન્દ્ર ત્યાંથી રિસાઈને નીકળી ગયો હતો પરંતુ, પુત્ર વિશાલના મનમાં આ બાબતે ગુસ્સો ઉકળતો રહ્યો હતો. 23 વર્ષનો વિશાલ પ્રહલાદ ભણદે ગુસ્સામાં આવી ઘરેથી ચપ્પુ લઇને નીકળી પડ્યો હતો. લગભગ 10 વાગ્યાના અરસામાં, ગોડાદરા વૃંદાવન સોસાયટી નજીક તેણે રાજેન્દ્રને અટકાવ્યા અને વિવાદ કર્યા પછી ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ રાજેન્દ્ર લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયો હતો અને ઘટના બનતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હોસ્પિટલમાં લઈ જતાં પહેલા જ રાજેન્દ્રનું મોત થયું હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. તો હત્યા બાદ ગોડાદરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભણદેને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં વિશાલે પોતાનું ગુનો કબૂલ્યો હતો અને કહ્યું કે, માતાના પ્રેમી સાથે ચાલતા સંબંધો અને તાજેતરનો ઘરના વાતચીતનો ઝઘડો તેના ગુસ્સાનું કારણ બન્યા હતા. મરનારની માતા શકુંતલા દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે વિશાલ વિરૂદ્ધ આઈપીસી કલમ 302 હત્યા હેઠળ ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.