સુરત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે 6 તબીબનું રાજીનામું.
બે દિવસ પેહલા પણ 6 ડોક્ટરોએ આપ્યું હતું રાજીનામું.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા છ જેટલા ડોક્ટરોએ અચાનક જ રાજીનામુ આપી દેતા ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા પણ છ ડોક્ટરોએ રાજીનામુ આપ્યુ હોય જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ તેની નોંધ લીધી હતી.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક સાથે વધુ છ જેટલા ડોક્ટરોએ રાજીનામું આપી દીધુ છે. બે દિવસ પેહલા પણ છ ડોક્ટરોએ રાજીનામું આપ્યું હોય જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિએ તેની નોંધ લીધી છે. આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે જેથી આ સમસ્યા નવી નથી ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે. ઓછો પગાર, અપૂરતાં સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળનાં મુખ્ય કારણો છે. આના પરિણામે, દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે અને સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાત સ્મીમેર હોસ્પિટલમા આવી પરિસ્થિતિ છે. ત્યારે ડોક્ટરોના રાજીનામા આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું કરી રહ્યું છે. સ્મીમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટરના રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે. ત્યારે આ મામલે હવે શાસકો શુ નિર્ણય લે છે તે જોવુ રહ્યું…