સુરતમાં કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ સહિત ચિલ્ડ્રન નોટો સાથે બે ઝડપાયા,
એફએસએલની ટીમે મુદ્દામાલ કર્યો કબ્જે
લાલગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી માહિતી મળી હતી કે કેટલાક ઈસમોજુની અશક્તા આશ્રમ હોસ્પિટલ પાસે શંકાસ્પદ હિલચાલ કરે છે જે માહિતીના આધારે લાલગેટ પોલીસે ત્યાં દરોડા પાડી કારમાં લવાયેલ ડુપ્લિકેટ 500ની ચિલ્ડ્રન બેંકની નોટો મળી આવતા પોલીસે બેની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી.
સુરતમાં પેટ્રોલીંગ દરમ્યાન અશકતા આશ્રમ પાસે જૂની અશકતા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાયલો ગાડીમાં બે ઇસમો શંકાસ્પદ જણાઇ આવ્યાં હતાં. બન્ને ઇસમોને પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ મનસુરી સુલેમ મહમદ આરીફ અને અકરમ અલી અનવરઅલી શેખ હોવાનું કહ્યુ હતું. તો ગાડીની તલાશી લેતા ગાડી લેતા તેમાં પાછળના ભાગે ચલણી નોટોનો પાર્સલ જણાઈ આવ્યા હતાં. જેમાં કેલ ત્રણ પાર્સલમાં પ્લાસ્ટિકના પૈકીંગમાં આગળ તથા પાછળના ભાગે રૂપિયા 500 ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ભારતીય બચ્ચો કા બેંક પાંચ સૌ નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા ની નોટોના બંડલ હતા. તેમજ ગાડીના ડેસ્ક બોર્ડમાંથી ભરતીય ચલણી નોટો મળી આવી હતી. જે બાબતે એફ.એસ.એલ. ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદામાલ કબ્જે કર્યા હતાં. લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોનો મોટા પાયે ગોટાળો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈ પૂર્વકની કાર્યવાહી દરમ્યાન બે શખ્સોને રોકી તલાશી લેતાં તેમની પાસેથી 500ની ચલણી નોટના ત્રણ મોટા બંડલો મળી આવ્યાં હતાં. 112 નોટ ડુપ્લિકેટ મળી આવી હતી. બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચલણી નોટોને એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલાઈ છે. પોલીસ પૂછપરછ દરમ્યાન બંને આરોપીઓએ કબૂલાત આપી કે આ નોટો તેમને રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી હતી. હવે પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટે કાર્યવાહી શરૂ કરી છે. લાલગેટ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ તો અમે બંને શખ્સોને શંકાના આધારે પકડીને નોટો તપાસ માટે મોકલી છે. એફએસએલ રિપોર્ટ આવે પછી સ્પષ્ટ થશે કે નોટો નકલી છે કે નહીં. તે આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.