ઐતિહાસિક 72 કોઠાની વાવ દારૂની મહેફિલો માણવા માટેનું સ્થળ

Featured Video Play Icon
Spread the love

ઐતિહાસિક 72 કોઠાની વાવ દારૂની મહેફિલો માણવા માટેનું સ્થળ
મહેસાણાની 900 વર્ષ જૂની ઐતિહાસિક 72 કોઠા વાવની થશે કાયાપલટ
મનપાએ 3.25 કરોડના ખર્ચે હેરિટેજ લુક આપવા ટેન્ડર પ્રક્રિયા

મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલી બોતેર કોઠાની વાવએ ઐતિહાસિક વાવ છે. જેમાં તંત્રની બેદરકારી અને વાવ સામે તંત્રએ ધ્યાન નહી આપતા હવે આ બોતેર કોઠાની વાવ હવે દારૂ પીવા અને મહેફિલો મળવાનો અડ્ડો બની ગયો છે. ત્યારે મહેસાણાની 900 વર્ષ જૂની ઐતિહાસિક 72 કોઠા વાવની થશે કાયાપલટ.

મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલી બોતેર કોઠાની વાવ ઐતિહાસિક વાવ છે. 17મી સદીમાં નિર્માણ પામેલી મહેસાણાની આ બોતેર કોઠાની વાવની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય એમ દેખાઈ આવે છે. જેના કારણે વાવની હાલત હવે ખંડેર જેવી બની ચુકી છે. તેમજ જ્યાં જોવો ત્યાં કંટાળી જાડી અને નાના મોટા ઝાડવા ઊગી નિકળવ્યા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કાર્યવાહી નહિ થતા હવે અચાનક તંત્ર જાગતા મહેસાણાની 900 વર્ષ જૂની ઐતિહાસિક 72 કોઠા વાવની કાયાપલટ છે, મનપાએ 3.25 કરોડના ખર્ચે આ પ્રાચીન વારસાને હેરિટેજ લુક આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

ખડકલોમહેસાણાની બોતેર કોઠાની વાવની અંદર અનેક જગ્યાઓ પર દારૂની ખાલી બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, નમકીનના પેકેટ જોવા મળી રહ્યા હતા. જેથી અંદાજો લગાવી શકાય છે કે આ બોતેર કોઠાની વાવનો ઉપયોગ હવે દારૂની મહેફિલો કરવામાં આવી રહી છે. બોતેર કોઠાની વાવ આમ તો જેતે સમયમાં નામચીન વાવમાં ગણતરી થતી હતી, પરંતુ સમય બદલાતા તંત્રએ આ વાવ સામું મો ફેરવી લેતા હવે ઐતિહાસિક વાવ કચરા પેટીમાં ફેરવાઈ ચુકી હતી. વાવનો પુરાણો કાટમાળ ખવાઈ ચુક્યો છે. તેમજ વાવમાં આજુબાજુમાં પ્લાસ્ટિક નાખવામાં આવતા જમીનને પણ નુકશાન પહોંચવાની સંભાવના વર્તાઈ રહી છે. મહેસાણા જિલ્લા માં અનેક જગ્યાઓ પર ઐતિહાસિક વાવ અને સ્મારક મંદિરો આવેલા છે. જેમાં એક ગણાતી મહેસાણા ની બોતેર કોઠાની વાવ આ વાવમાં યોગ્ય સમયે જાળવણી ના કરતા હવે આ વાવ કચરા પેટી માં ફેરવાઈ ચુકી છે. તેમજ જાળવણી ના અભાવે વાવ ની હાલત ખંડેર સમાન બની છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *